Melodies of Freedom | Azadi Ka Amrit Mahotsav, Ministry of Culture, Government of India

Melodies of Freedom Detail

State Song of Dadra & Nagar Haveli

મુક્તિસંગ્રામ

દાદરા નગર હવેલીનો છે ભવ્ય મુક્તિસંગ્રામ સંઘર્ષની ગાથા અહીં ચાલી અણથક ને અવિરામ

લતાદીદી ને રફીભાઈના કંઠથી વહેતા સૂર
સુધીર ફડકેનું આયોજન ‘નાણાં મળશે જરૂર’
રાજા વાકણકર,કાજરેકર કરતા બીજા કામ
ત્ર્યંબક ભટ્ટ ને રમણ ગુજર પણ સાર્થક કરતા નામ

દાદરાને મેળવવા માટે વામન દેસાઈ શૂર
નગરની અંદર પ્રવેશ કરવાની ક્ષણ પણ ના દૂર
મોટું દળ તૈયાર કર્યું છે નરોલી થાણા પાસ
અંધારું,વરસાદ ને કાદવ, નદી બની આવાસ

પોર્ટુગીઝના શસ્ત્રોને વીરતાથી કરતા જેર
બોત્તેર ગામની નગરહવેલી લઈશું હિંમતભેર
માતૃભૂમિને માટે આવી અનેરી સુવર્ણતક
સ્વતંત્રતા તો લઈને રહીશું,એ છે સૌનો હક્ક

ખાનવેલની ચોકી ઘેરી,સૈનિકો શૂરવીર
લડાઈ ચાલી પંદર દિવસ,કોણ થશે રણવીર ?
અગિયાર ઓગષ્ટ,ઓગણીસસો ને ચોપ્પનનો મધ્યાહ્ન
ફિદાલ્ગોએ શરણું લઈ લીધું નગરવાલાની માંહ્ય

પ્રભાકર સિનારી યુવાન,આપ્ટે વિનાયકરાવ છે વૃદ્ધ
શ્વાસશ્વાસમાં વિવિધતા ને દેશભક્તિ અનિરુદ્ધ
ગોમાંતક દળ અને સંઘના સૈનિકોનું ઋણ
અન્ય દેશોએ લીધી પ્રેરણા,શીખ્યા સૌ આ ગુણ

- Sandhya Bhatt
‘Snehal’,Opp.Prajapati Wadi,
Gandhi Road,Bardoli.Dist.Surat.
Pin.394601
Mo.98253 37714

मुक्तिसंग्राम
कवयित्री: संध्या भट्ट
अनुवाद: रजनीकान्त एस.शाह
दादरा नगर हवेली का है भव्य मुक्तिसंग्राम
संघर्ष की गाथा चली यहाँ अनथक अविराम

लतादीदी और रफीभाई के कंठ से बहते सूर
सुधीर फडके का विश्वास `पैसे मिलेंगे जरूर’
राजा वाकणकर, काजरेकर करते अन्य काम
त्र्यंबक भट्ट और रमण गुजर भी करते काम

दादरा को पाने के लिए वामन देसाई शूर
नगर में प्रवेश करने का क्षण भी नहीं दूर
किया है बड़ा दल तैयार नरोली थाने के पास
अंधेरा, बरसात और कीचड, नदी बनी आवास

पुर्तगालियों के शस्त्रों को वीरता से करते वश
कर साहस होगी बहत्तर गाँव की नगर हवेली वश
मातृभूमि के लिए आया अनन्य सुनहरा अवसर
स्वतन्त्रता तो लेकर रहेंगे, है सबका अधिकार

खानवेल की चौकी को है घेरा, सैनिक शूरवीर
लड़ाई चली दिन पंद्रह कौन होगा रणवीर?
अगस्त ग्यारह, उन्नीससौ चौवन का मध्याह्न
फिदाल्गो ने घुटने टेके नगरवाला के आँगन

प्रभाकर सिनारी जवां, आप्टे विनायक हैं वृद्ध
हर सांस में वैविध्य और देशभक्ति अनिरुद्ध
गोमान्तक दल और संघ सैनिकों का ऋण
अन्य देश हुए प्रेरित, सीखे सब यह गुण।
---------------
Author: Ms. Sandhya Bhatt. Sent to MOC & SNA

Top